જામનગર મોર્નિંગ - જામનગર 
દર વર્ષે ૩૧ મે ના “વિશ્વ તમાકુ નિષેધ દિન”ની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત જિલ્લા પંચાયત જામનગર ખાતે બેનર તથા પોસ્ટર લગાવી જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવેલ, તે અનુસંધાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન માધાણી, ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડ દ્વારા તમાકુના સેવનથી થતાં નુકશાન વિશે જણાવી, વ્યસમુક્તિ અભિયાનમાં તમામે સક્રિય ભાગીદારી દાખવવા આહ્વાન કરેલ, સમગ્ર અભિયાન સફળ થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપિન ગર્ગ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બથવાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા પંચાયત સંઘના પ્રમુખશ્રી દેવેન્દ્ર સિંહ પરમાર તથા આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ  વી. પી. જાડેજા દ્વારા પંચાયત પરિસર અને તમામ કર્મચારીઓ વ્યસનમુક્ત થાય તે માટે બનતા પ્રયત્નો કરવાની ખાત્રી આપી હતી.