જામ કલ્યાણપુરના હડમતીયા પાસે ગેરકાયદેસર ખનીજ ચોરી પકડાઈ 
જામનગર મોર્નિંગ - દ્વારકા 
જામ કલ્યાણપુરના હડમતીયા ગામે પાસે રાજકોટ આર.આર.સેલએ સ્થાનિક તંત્રને ઉંઘતુ રાખી દરોડો પાડી ગેરકાયદે ખનીજ ચોરી પકડી પાડી હતી.  
મળતી વિગત મુજબ જામ કલ્યાણપુર ના હડમતીયા ગામ પાસે રાજકોટ આર.આર.સેલે ગેરકાયદે ખનીજ ચોરી પકડી પાડી, સ્થાનિક તંત્ર મલાઈ ખાવામાં મસ્ત સ્થાનિક તંત્ર મલાઈ ખાવામાં રચ્યા પચ્યા રહેતા હોવાથી હવે રાજકોટ આર.આર.સેલે ગેરકાયદે ખનીજ ચોરી પકડી પાડવા કમરકસી છે ત્યારે આજ રોજ પેટ્રોલિંગ દરમ્યાન જામ કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામ પાસે જીજે 37-ટી-8993 નંબરના ડમ્પરમાં બોક્સાઇટ ભરેલ હોય જે ટ્રક શંકાસ્પદ જણાતા તાપસ કરતા તે બોક્સાઇટની લિઝ કે રોયલ્ટી ટ્રક ડ્રાઈવર લખુભાઈ પબાભાઈ પારિયા ઉ.વ 38 રહે. ભાટીયા શંકારટેકરી વિસ્તસર વાળા પાસે ન હોય જેથી ગેરકાયદે સરકારી ખનીજ ચોરી કરેલ સાબિત થતા આ કેશ જામ કલ્યાણપુર પોલીસ ને સોંપવામાં આવેલ મજા ની વાત એ છે કે કલ્યાણપુર તાલુકા માં ખનીજ ચોરી ક્યાં રૂટ પર કઈ જગ્યે ચાલે તે છેક રાજકોટ આર.આર .સેલ ને જાણ છે પરંતુ સ્થાનિક તંત્ર ને તે બાબત ની જાણ નથી.
20 વર્ષ અગાઉ નો જામ કલ્યાણપુર તાલુકાનો ખનીજ સંપત્તિ નો નકશો ને આજ નો ખનીજ સંપત્તિનો નકશો જો સામે રાખવામાં આવે તો આપ ને આશ્ચર્ય થશે કે સુ આ એજ જામ કલ્યાણપુર તાલુકાનો નકશો છે! મોજ માં રહેતા ને મલાઈ ખવવામાં મસ્ત સ્થાનિક તંત્ર ને મલાઈ ખવવામાં થી ફુરસાત મળે તો રેડ કરે ને તે પણ એક હકીકત છે.