જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના મોરકંડા ગામની સીમમાં શ્રી દુધિયા હનુમાનજીના મંદિર ખાતે અનલોક-1 માં ધાર્મિક સ્થાનો ખુલવાની પરવાનગી મળતા જ હિન્દુ સેના દ્વારા હનુમાન ચાલીસાના પાઠ અને રામધુનનું આયોજન કરેલ અને હાલની વિશ્વ વ્યાપી મહામારી કોરોના વાયરસથી લોકો ભયભીત થયેલ હોય અને કોરોનાનો વ્યાપ દિવસે-દિવસે વધી રહેતો હોય, ભોગ બનેલ વ્યક્તિ મોતના મુખમાંથી બહાર આવે જે હેતુથી કોરોના વાયરસ નાબુદ થાય અને લોકોનું સ્વાસ્થય સારું થાય તેવી શ્રી દુધિયા હનુમાનજીને પ્રાર્થના કરેલ છે.
આ કાર્યક્રમમાં શ્રી દુધિયા હનુમાનજીના પુજારી શ્રી સંપત બાપુના અધ્યક્ષ સ્થાને અને હિન્દુ સેના ગુજરાતના પ્રમુખ પ્રતિક ભટ્ટની ઉપસ્થિતિમાં હિંદુ સેના શહેર પ્રમુખ દીપક પિલ્લે, યુવા પ્રમુખ પ્રતિક ભટ્ટની ઉપસ્થિતિમાં હિંદુ સેના શહેર પ્રમુખ દિપક પિલ્લે, યુવા પ્રમુખ ગુંજ કારીયા, ધીરેન નંદા, વિનુભાઇ આહીર, અર્જુન રાઠોડ, પૃથ્વીસિંહ, સાગર સોલંકી, જયભાઇ, મયુર પટેલ, વીકી પારેખ, રવિરાજ, યોગેશ પટેલ સહિતના અનેક સૈનિકો દ્વારા આ ધાર્મિક કાર્યક્રમ રૂપે ઉજવણી કરવામાં આવી હતી.