જામનગર મોર્નિંગ - જામનગર 
મોરારિ બાપુ પર થયેલા હુમલા મામલે રાજ્યભરના સાધુ સંતો, સમર્થકો અને આહિર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અનેક જગ્યાએ પબુભા માણેકનો વિરોધ થઇ રહ્યો છે.  રાજ્યભરના સાધુ-સંતો, નેતાઓ અને સમર્થકો ભાવનગરના મહુવાના તલગાજરડામાં મોરારિ બાપુને મળવા માટે પહોંચ્યા હતા. દ્વારકામાં મોરારિ બાપુ પર થયેલા હુમલા બાદ રાજ્યભરના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાધુ સંતો સહિતના લોકો મોરારિબાપુના સમર્થનમાં આવ્યા છે. ત્યારે હવે પબુભા માણેક મોરારિબાપુની તલગાજરડા જઇ બાપુની માફી માગે તેની ઉગ્ર માગ થઇ રહી છે. બાપુના તરફેણમાં સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ આવેદન અપાયા છે. આગેવાનોની સમજાવટ છતા પબુભા માફી મુદ્દે અસમંજસમાં છે. ત્યારે હવે ભાજપ મોવડી મંડળ પણ વિવાદને શાંત પાડવા મેદાનમાં આવ્યું છે. જોકે હજુ પબુભા માણેક માફી માંગવાના મૂડમાં નથી લાગતા.
પબુભા માણેક મોરારિ બાપુની માફી માંગવા નહીં જાય
ભાજપના નેતા પબુભા મણેકને લઇને ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે. મોરારિબાપુ પર હુમલાના પ્રયાસની ઘટના બાદ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ભરત પંડ્યા મોરારિ બાપુને મળવા પહોંચ્યા છે. આ વચ્ચે સૂત્રો દ્વારા એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે, પબુભા માણેક હજુ માફી માંગવા માટે તૈયાર નથી. જોકે પબુભા મોરારિબાપુની માફી માંગે તેની ઉગ્ર માગ થઇ રહી છે. ત્યારે હવે દ્વારકામાં પબુભા માણેકને આગામી સમયમાં ચૂંટણી લડવી ભારે પડી શકે છે. દ્વારકામાં આહિર સમાજની મોટી વસ્તી છે. ભાજપ મોવડી મંડળ વિવાદને શાંત પાડવા મેદાનમાં આવ્યું છે. પબુભા માણેક મોરારિ બાપુની માફી માંગવા નહીં જાય તેવું લાગી રહ્યું છે. કારણ કે, પબુભા માણેક હાલ પોતાની ગૌશાળાએ હાજર છે.