ભરતસિંહને કોરોના આવતા બીજા નેતાઓ પણ પડ્યા ચિંતામાં: વડોદરાની એન્કર હોસ્પિટલમાં સારવાર
જામનગર મોર્નિંગ - વડોદરા 
અમદાવાદ શહેરમાં જીવલેણ વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના કદાવર નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી સમયે ભરતસિંહ અને કોંગ્રેસના અનેક કદાવર નેતાઓ એક સાથે ઘણા દિવસોથી હતા. કોંગ્રેસનાં ભરતસિંહ સોંલકીનો રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચ્યો છે. કોંગ્રેસનાં તમામ નેતાઓ ચિંતામાં મુકાયા છે, ગત 19 તારીખે રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આ ચૂંટણીમાં તમામ પક્ષોનાં મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા. કોરોના પોઝિટીવ આવતાં ભરતસિંહને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. કોંગ્રેસના વધુ એક નેતાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં કોંગ્રેસમાં પણ ફફડાટ મચ્યો છે. ગઈકાલે તબિયત બગડતાં તેમનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જે આજે પોઝિટીવ આવ્યો છે.