જોલી બંગલા વિસ્તારમાં ઈકોએ ગાડીને પાછળથી ઠોકર મારી   
જામનગર મોર્નિંગ - જામનગર 
શહેરમાં દિ. 49 વિસ્તારમાં રીક્ષા ચાલકે વૃધ્ધને ઠોકરે લઈ ફ્રેક્ચરની ઈજા પહોચાડતા પોલીસ ફરિયાદ નોંધાવી છે જયારે જોલી બંગલા વિસ્તારમાં ઈકો કાર ચાલકે પાછળથી ગાડીને ઠોકર મારી ફરિયાદ નોંધાતાં સીટી એ ડિવિઝન પોલીસે બંને બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી છે.   
મળતી વિગત મુજબ જામનગર શહેરના દિ. પ્લોટ 49 વિસ્તારમાંથી શંકર ટેકરી વિસ્તારમાં રહેતા નાથાલાલ નાનજીભાઈ સોલંકી (ઉ.વ.66) પોતાના ઘરે જતા હોય ત્યારે જીજે 23 યુ 8045 નંબરની રીક્ષા ચાલકે નાથાલાલને બેફિકરાઈ પુરઝડપે ચલાવી ઠોકરે લઈ ડાબા પગમાં ફ્રેક્ચરની ઈજા પહોંચાડતા સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ એમવી એક્ટ 177, 184 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.  
જયારે જામનગર શહેરના જોલી બંગલા વિસ્તારમાં શનિવારે બપોરના સમયે ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા યુસુફશા જમાલશા શાહમદાર પોતાના શેઠની ગાડી જીજે 37 બી 0919 નંબરની લઈને જતા હોય ત્યારે શેઠવડાળા ખાતે રહેતો નિખીલ ખાખરીયા પોતાની ઇકો કાર જીજે 10 ટીએક્સ 0408 નંબરની લઈને નીકળતા યુસુફશાની ગાડીને પાછળથી ઠોકર મારતાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે એમવી એક્ટ 177, 184 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.