અવાર નવાર ધાક ધમકી આપતા ભર્યું પગલું :એક શખ્સ સામે રાવ
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના પટેલ કોલોની નવ નંબર વિસ્તારમાં યુવાને પૈસાની લેતી-દેતીના અવાર-નવાર ત્રાસથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ આત્મહત્યા કરી લેતા યુવાનના પત્નીએ તેજ વિસ્તારના એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નંબર  નવમાં ક્રિષ્નાબા અનિરૂધ્ધસિંહ જાડેજાના પતિ અનિરૂધ્ધસિંહ જાડેજા (રહે.અપૂર્વ રેસિડન્સી-4,રોડ નં.2 પટેલ કોલોની) ને જયપાલસિંહ સોલંકી નામનો શખ્સ અવાર-નવાર પૈસાની લેતી-દેતી બાબતે ફોન કરી માનસિક ત્રાસ આપી હેરાન કરી અને દબાણ કરતા હોઈ તેમજ ગાળો આપી ધાક-ધમકી આપતા ક્રિષ્નાબા ના પતિએ તા.6-6-2020 ના રોજ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ આત્મહત્યા કરી લીધેલ હોઈ જેની ફરિયાદ સીટી બી ડિવિઝનમાં નોંધાવતા પોલીસે આઈ પી સી કલમ 306,384,અને 507 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.