જૂનાગઢ પેટ્રોલપંપના સંચાલક દ્વારા ચાર શખ્સ સામે રાવ
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર-ખંભાળિયા હાઇવે પર આમરા ગામથી જીવાપર રોડ વચ્ચે આવેલ તળાવ પાસે હવાલાવાળા ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરતા ચાર શખ્સ સામે જૂનાગઢ પેટ્રોલ પંપના સંચાલક દ્વારા સિક્કા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ સિક્કા પોલીસે આમરા ગામથી જીવાપર રોડ વચ્ચે તળાવની પાસે રફીકખાન ઈબ્રાહીમખાન બેલીમ (રહે.માંગરોળ જૂનાગઢ) નામના યુવાનને સંચાલિત પેટ્રોલપંપ માટે પેટ્રોલ ડીઝલનો વિસ હાજર લિટરનો જથ્થો જામનગરમાં ન્યારા કંપની માંથી મંગાવેલ હોઈ જે જથ્થો જીજે 18 એયુ 9077 નંબર ના ટ્રકમાં નટવરલાલ કરશનભાઇ ચૌહાણ અને ભુપત લાલજી ગોવિંદિયા નામના બંને શખ્સો લઈને જતા હોઈ ત્યારે આમરા ગામ અને જીવાપર રોડ વચ્ચે તળાવની પાસે ભાવેશ પ્રભાત ડાંગર નામના શખ્સને રફીકખાનની મંજૂરી વગર હવાલવાળા ટેન્કરમાંથી 100 લિટર ડીઝલ અંદાજિત કિંમત રૂ.7500 નો જથ્થો આપતા ત્રણેયને પૂછતાં ત્રણેય શખ્સે આ જથ્થો જીવાપર ગામના મુનાભાઈના કહેવાથી કાઢતા હોઈ તેવું જણાવતા રફીકખાને સિક્કા પોલીસે આઇપીસી કલમ 407,114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.