જામનગર મોર્નિંગ -
ભાણવડ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ વિસ્તારમાં ૨ દિવસથી ભારે પવન સાથે છુટાછવાયા ઝાપટા સાથે વરસાદ પડ્યો હતો. જામજોધપુર,જુનાગઢ
અને પોરબંદર પંથકમાં પડેલા વરસાદની સાથે ભાણવડમાં પણ પરમ દિવસે મંગળવારે સાંજના ૬
વાગ્યાની આસપાસ ભારે પવન સાથે અડધા ઇંચ જેટલો છુટાછવાયા વિસ્તારમાં વરસાદ પડ્યો
હતો. અને ગઈકાલે પણ છુટાછવાયા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ઓચિતા પડેલા વરસાદના પગલે
ભાણવડના અનેક ખેડૂતોના ખેતરમાં ઉભો પાક અને તૈયાર કાપેલ પાકમાં નુકશાન થયું છે.
ભાણવડના ઘણા ખરા વિસ્તારમાં તલ,બાજરીનો પાક ખેતરમાં ઉભો છે તો કોઈએ કાપણી કરીને
સૂકવવા મુક્યો છે ત્યારે ઓચિતા આવી પડેલા વરસાદને પગલે અનેક ખેડૂતોના પાકમાં પાણી
ફરી વળ્યા હતા. તો અનેક ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કરી નાખ્યું હતું તેમના
માટે આ વરસાદ આશીર્વાદ રૂપ સાબિત થયો હતો. ક્યાંક નુકશાન તો ક્યાંક ફાયદાની સાથે મોસમનો
પ્રથમ વરસાદ પડતા લોકો મન મુકીને મેઘરાજા સાથે તરબતોળ થયા હતા.
ભાણવડમાં બે દિવસથી પવન સાથે વરસાદના ઝાપટા : અનેક ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરી વળ્યા તો ક્યાંક પ્રથમ વરસાદથી હરખની હેલીમાં લોકો મેઘરાજા સાથે તરબતોળ થયા.
Tags
દેવભૂમિ દ્વારકા
0 Comments
Post a Comment