દ્વારકા એલસીબી દ્વારા કાર્યવાહી 
જામનગર મોર્નિંગ - દ્વારકા  
દ્વારકા જિલ્લાના ખંભાળીયા પોલીસ સ્ટેશનના હત્યાના ગુન્હામાં નાસતા-ફરતા બંને શખ્સોને ઝડપી લઈ દ્વારકા એલસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  
મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી લેવા રેન્જ આઈજી સંદિપસિંહ અને જિલ્લા પોલીસ વડારોહન આનંદની સુચનાથી ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ઼ડી.ચંન્દ્રાવાડીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે ગુરુવારે ખંભાળીયા પોલીસ સ્ટેશનના હત્યાના ગુન્હામાં નાસતા-ફરતા વિરમ ભારાભાઈ ભાચકન અને ભોજા રાણા ભાચકન (રહે. બંને પરોડીયા ગામની મોરાવારી વાડી સીમ વિસ્તાર, ખંભાળીયા) નામના બંને શખ્સોને ઝડપી લઈ કોવીડ-19 પરીક્ષણ કરાવી બંનેના રિપોર્ટ નેગેટીવ આવતા બંનેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  
આ કાર્યવાહી પીઆઈ એમ.વી. ચંદ્રાવડીયા, પીએસઆઈ વી.એમ. ઝાલા તથા સ્ટાફના રામસીભાઈ ભોચીયા, અજીતભાઈ બારોટ, કેશુરભાઈ ભાટીયા, દેવશીભાઈ ગોજીયા, બિપીનભાઇ જોગલ, અરવિંદભાઈ નકુમ, મસરીભાઈ આહિર, ભરતભાઈ ચાવડા, અરજણભાઈ મારુ, બોઘાભાઈ કેશરીયા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને વિશ્વદીપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.