ખોજાબેરાજા ગામે મહિલાને સાપ કરડી જતા મોત
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના લાખિયા ગામની પરણિતાએ એક વર્ષ પહેલા બેંકમાં દાગીના મૂકી લોન લીધેલ હોય અને તેનું વ્યાજ ભરતા દાગીના પરત ન મળતા આ વાતનું મનમાં લાગી આવતા પરણિતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે જયારે જામનગર જિલ્લાના ખોજાબેરાજા ગામે રહેતા એક મહિલાના ઘર પાસેથી સાપ નીકળતા તેણીને સાપ કરડતા મૃત્યુ નિપજતા સ્થાનિક પોલીસે બંને બનાવ અંગે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના લાખિયા ગામની પરણિતાએ આશરે એકાદ વર્ષ પહેલા આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં તેના દાગીના મૂકી લોન લીધેલ બોય અને તેનું વ્યાજ ભરતા હોવાથી દાગીના ન છૂટતા તેણીએ પોતાની જાતે ઘરે પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે મેઘર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કામગીરી હાથ ધરી હતી.
જયારે જામનગર જિલ્લાના ખોજા બેરાજા ગામે રહેતા નાગાલબેન રામાભાઇ પિંગળસુર નામના મહિલાના ઘર આગળથી સાપ નીકળતા કરડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે તેમના પતિ રામાભાઇ એ પાંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે આગળની કામગીરી હાથ ધરી હતી.