જામનગર મોર્નિંગ - જામનગર 
જામજોધપુર તાલુકાના ધુનડા ગામે પોતાની વાડીએ કુવામાંથી પાણી ભરતી વેળાએ અકસ્માતે પગ લપસતા ડૂબી જવાથી મોત નિપજતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના ધુનડા ગામની વાડીએ કુવામાં પાણી ભરવા જાતિ વેળાએ છાયાબેન હિતેશભાઈ જોષી (ઉ.વ.33) નામની પરણિતાનો અકસ્માતે પગ લપસી જતા કૂવાના પાણીમાં ડૂબી જતા તેમનું મૃત્યુ નિપજતા તેમના પતિ હિતેષભાઈ પ્રેમજીભાઈ જોષીએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાણ ડીવાયએસપી કૃણાલ દેસાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ આગળની તપાસ હાથ ધરી છે.