જામનગર મોર્નિંગ - ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અવારનવાર દારૂઓના ટ્રક ઝડપાતા હતાં જે હમણાં થોડા સમયથી બંધ થયું હતું પણ ફરી પાછું ગતરાત્રીએ જામનગર - દ્વારકા હાઇવે પરથી ઈંગ્લીસ દારૂ ભરેલ ટ્રક એલ. સી. બી. ખંભાળીયાની ટીમે ઝડપી પાડ્યો છે ત્યારે દ્વારકા જીલ્લામાં ફરી દારૂનો મોટા પાયે વેપાર ચાલુ થઇ રહ્યો હોવાની વાતને શૂર પૂરાવાઈ રહ્યો છે. 

મળતી વિગત અનુસાર ખંભાળીયા એલ.સી.બી. પી. આઈ. ચંદ્રવાડીયા અને તેમની ટીમ બાતમીના આધારે જામનગર - દ્વારકા હાઇવે પર પેટ્રોલિંગમાં હતાં એ દરમિયાન ખંભાળીયામાં જલિયાણ પેટ્રોલપંપ, મુન્દ્રા ફર્નિચર સામે હાઇવે પરથી Gj 12 z 4944 નંબરનો હાઈબોન્ડ કંપની લખેલ ટેન્કર/ટ્રક પસાર થતા તથા આગળ એક મોટર સાઇકલ તે ટ્રકનું પાઈલોટિંગ કરતુ હતું જે મોટર સાઇકલના નંબર - Gj 37 E 6888 તે ટ્રકમાં તપાસ કરાતા 460 ઈંગ્લીસ દારૂ ભરાયેલ પેટી માંથી 5520 જેટલી દારૂની બોટલો મળી આવેલ જે દારૂની કિંમત રૂપિયા 1672800/-  તથા દારૂ, ટ્રક સહીત તમામ મુદ્દામાલની કિંમત 2872800/- ને કબ્જે કરી એક આરોપી દિનેશકુમાર ભાગીરથરામ બિશ્નોઈ રહેવાશી. ભેદુરી ગામ જી. બાડમેર રાજસ્થાનની અટક કરી કોવીડ -19 તપાસ કર્યા બાદ વિધિવત અટક/ધરપકડ કરવામાં આવશે ફરાર આરોપીઓ તથા આ વિશાળદારૂનો જથ્થો મંગાવનાર આરોપીઓની શોધખોળ માટે એલસીબીએ પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ કાર્યવાહીમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ ચંદ્રાવાડીયા, સબ ઇન્સ્પેક્ટર વી.એલ.ઝાલા તથા સ્ટાફના માણસો જોડાયા હતાં.