પ્રેમ સંબંધના મનદુઃખને લઈને ફટકાર્યા: પાઈપ-લાકડી વડે ફટકાર્યા
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર નજીકના દરેડ ગામે મસિતીયા રોડ પર નવ શખ્સોએ બે યુવાનો પર હુમલો કરી માર મારી ઇજા પહોચાડયાની પંચકોશી બી ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઇ છે. નવ પૈકીના એક આરોપીની પુત્રી સાથે ઘવાયેલા એક યુવાનને બંધાયેલા પ્રેમ સંબંધને લઇને હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગર નજીકના દરેડ ગામે મસીતીયા રોડ પર આવેલ આલ્ફા સ્કુલ સામેની રઝા ઇલેકટ્રીક દુકાન પાસે અસલમ વલીમામદ ખફી અને તેના મિત્ર રઝાક ઝુસબ ખફી પર મામદ જુસુબ ખફી, ઈમરાન મામદ ખફી, યાસીન મામદ ખફી, બોદુ ઈસ્માઈલ ખફી, અકબર ઉર્ફે હકો ઈસ્માઈલ ખફી, જાકીર બોદુ ખફી, જાફર બોદુ ખફી, અલ્ફાઝ અકબર ખફી, અકબર નો છોકરો (રહે.બધા મીસતીયા ગામ તા.જી.જામનગર) નામના નવ શખ્સોએ ગઇકાલે બપોરે લાકડીઓ અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં બન્ને યુવાનોને હાથ-પગ ના ભાગે સામાન્ય મુંઢ ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે અસલમે તમામ શખ્સો સામે પંચકોશી બી ડીવીઝન પોલીસ દફતરમાં આઇપીસી કલમ 323, 143, 144, 147,148, 149, 269, 188 તથા જીપીએકટ 135 એકટ મુજબ અને એપેડેમીક ડીઝીઝ એકટ મુજબ ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. જે.ડી. પરમાર સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
0 Comments
Post a Comment