જામનગર મોર્નિંગ - જામનગર 
લાલપુર તાલુકાના મુળીલા ગામથી આગળ પ્રૌઢને મોટરકાર ચાલકે પાછળથી ઠોકર મારી માથામાં હેમરેજ તથા શરીરના અન્ય ભાગે નાની-મોટી ઈજા પહોંચાડતા લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મુળીલા ગામથી થોડે આગળ પંચાયત ઓફીસ પાસેથી હરીપર ગામે રહેતા કિશોરભાઈ ખીમજીભાઈ મારકણા (ઉ.વ.54) નામના પ્રૌઢ પોતાની બાઈક જીજે 10 સીએલ 2369 નંબરની લઈને જતા હોય ત્યારે શાહરુખ કુરેશી પોતાની મોટરકાર જીજે 10 ડીએ 7222 નંબરની લઈને નીકળતા કિશોરભાઈને પાછળથી ઠોકર મારી માથાના ભાગે હેમરેજની તથા જબડામાં ફેક્ચર તેમજ શરીરના અન્ય ભાગે નાની-મોટી ઇજાઓ પહોંચાડતા કિશોરભાઈએ લાલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા લાલપુર પોલીસે આઇપીસી કલમ 279, 337, 338 તથા એમવી એક્ટ 177, 184 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.