જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લાના જામનગર શહેરનાં વિવિધ વિસ્તારમાં કોરોના વાયરસના કેસ પ્રકાશમાં આવેલ હોય. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રવિશંકરે નેશનલ ડિઝાસ્ટર એક્ટ-૨૦૦૫ની કલમ-૩૦તથા કલમ-૩૪ તેમજ ધી એકેડેમિક ડીસીઝ એક્ટ-૧૮૯૭ની કલમ-૨ અન્વયે મળેલ સત્તાની રૂઇએ જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૫,પટેલ પેંડાવાળી શેરીમાં આવેલ શિવજ્યોત ટેનામેન્ટ કે જે શ્રીપદ એપાર્ટમેન્ટ્સની બાજુમાં તથા સુંદરમ એપાર્ટમેન્ટની સામેની સાઇડ આવેલ છે તે શિવજ્યોત ટેનામેન્ટની ગલીવાળો વિસ્તાર, પવનચક્કીથી લાલપુર રોડ તરફ જતા ડાબી બાજુએ આવેલ નાનકપુરી વાડી વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં રામનાથ કોલોની રાજાણી બિલ્ડિંગ પાછળ રૂમ નં.૧૪૩સહિતના ૨૦ મકાનોનો વિસ્તાર, ગૌરવપથ પર આવેલ સરકારી વસાહત બ્લોક નં.૧૩/૩ કે જેમાં ક્વાર્ટર નં.૪૯નો સમાવેશ થાય છે તે ફ્લેટ નં. ૩૭થી ૫૪ એટલે કે કુલ ૧૮ ફ્લેટનો વિસ્તાર,ખોડીયાર કોલોની પાછળ આવેલ સોઢા સ્કુલ અને સરલાબેન ત્રિવેદી આવાસની વચ્ચે આવેલ શેરી કે જેમાં જય મહાકાલ મકાન આવેલ છે તે અને વિનાયક બંગલો, ઉમા સ્ટેશનરી,શિવમ બંગલો, ખોડીયાર કૃપા મકાન, અંબે નિવાસ તેમજ અર્ચના એપાર્ટમેન્ટના ખૂણા સુધીના કુલ ૧૫ મકાનોનો વિસ્તાર, હવાઈ ચોક પાસે આવેલ શ્રીજી એપાર્ટમેન્ટ એફ ટાવર કે જેમાં પાંચ માળ આવેલ છે તે સમગ્ર ટાવરના ૨૦ફ્લેટનો વિસ્તાર, સુભાષ માર્કેટ પાસે આવેલ ભોઇવાડાનો ઢાળિયો ઉતરતા જમણી બાજુએ આવેલ ધમશારફળી તરીકે ઓળખાતા વિસ્તારમાં બાલવી કૃપા મકાન તથા હનુમાનજીની ડેરી સહિતનો ૨૧ મકાન ધરાવતો વિસ્તાર, જનરલ પોસ્ટ ઓફિસ ચાંદી બજાર નગીનદાસ વોરા જૈન ઉપાશ્રય પાસે આવેલ સોઢાના ડેલા તરીકે ઓળખાતી શેરી કે જેમાં માંગનાથ મહાદેવ મંદિર તથા એસ. જે. મહેતા એન્ડ કું વાળી દુકાનોનો સમાવેશ થાય છે તે સમગ્ર શેરીનો ૫૦મી. લંબાઈનો વિસ્તાર, પવનચક્કી સર્કલ પાસે આવેલ કેનાલ રોડ પર નહેરના કાંઠે પ્રકાશ બંગલોની સામે દિવ્યમ ટાવર તરીકે ઓળખાતા એપાર્ટમેન્ટના કુલ-૫ માળના ૨૪ ફ્લેટનો વિસ્તાર અને નવાગામ ઘેડમાં આવેલ વાલ્મીકીવાસ તરીકે ઓળખાતો એરિયા કે જે રામદેવપીર મંદિર પાસે આવેલ છે તે કાંતિભાઈના વાડા તરીકે ઓળખાતી જગ્યાના ચોકમાં આવેલ શેરીનો આશરે ૫૦ મી. લંબાઈના વિસ્તારને તા. ૧૯-૬-૨૦૨૦થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી કોવિડ-૧૯ કન્ટેન્મેંટ વિસ્તાર તરીકે જાહેર કરેલ છે.
આ વિસ્તારોમાં આવશ્યક સેવાઓ પૈકી માત્ર દૂધ, તબીબી સેવાઓ સિવાયની તમામ પ્રકારની પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે.આ હુકમ સરકારી ફરજ ઉપરના અથવા રોજગારીમાં હોય તેમજ ભારત સરકારશ્રી દ્વારા જાહેર કરેલ રોજિંદા જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ પૈકી માત્ર દૂધ,તબીબી સેવાઓના ધંધા/વ્યવસાયમાં સંકળાયેલા પાસધારકોને તેમજ અવર-જવર માટે સક્ષમ અધિકારીની મંજૂરી મેળવનારને લાગુ પડશે નહીં
આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ પગલાં લેવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ-૫૧થી ૫૮તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.