જામનગર મોર્નિંગ - દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા આયુર્વેદિક ઉકાળા અને હોમીયોપોથીક દવાનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના વાઇરસમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અધિકૃત કરાયેલ આયુર્વેદિક ઉકાળો અને હોમીયોપોથીક દવાનું ભાણવડના વાળિયા બાલ મંદિર ખાતે વિતરણ કરાયું હતું જેમાં આશરે 300 જેટલાં લોકોએ ઉકાળા અને દવાનો લાભ લીધો હોવાનું યુવક બોર્ડના સભ્યોએ જણાવ્યું હતું. આ તકે જીલ્લા પંચાયત સદસ્ય દેવશીભાઈ કરમુર, તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ કનારા, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ હિતેશ સાગઠીયા શહેર મહામંત્રી યોગેશ રાઠોડ, યુવા પ્રમુખ અલ્પેશ પાથર અને યુવક બોર્ડના ભાણવડના સભ્યોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની સંપૂર્ણ જહેમત ઉઠાવી હતી.