જામનગર મોર્નિંગ - જામનગર 
શહેરના અંધાશ્રમ આવાસના વિસ્તારમાં રહેતા એક શખ્સના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 3 નંગ બોટલ સાથે ધડપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ અંધાશ્રમ આવાસ બ્લોક ન.41 રૂમ ન.6 માં રહેતો પ્રવીણભાઈ લક્ષમીદાસ ગજરા નામના શખ્સના મકાનેથી શનિવારે સીટી સી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની 3 નંગ બોટલ કિંમત રૂ.1500 નો મુદામાલ કબ્જે કરી પ્રો.હી.એક્ટ કલમ 65(એ) (એ), 116(બી) મુજબ ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.