જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાનનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાથી તેમજ હર્ષદમીલની ચાલી વિસ્તારમાંથી એકી સાથે ત્રણ પોઝીટીવ રિપોર્ટ આવ્યા પછી જિલ્લા કલેકટર દ્વારા વિશેષ જાહેરનામુ બહાર પાડીને બંને વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, જે વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી,
જામનગરના ખોડિયાર કોલોની નજીક જય ભગવાન સોસાયટી સિદ્ધનાથ મહાદેવ મંદિર રોડ તેમજ આશાપુરા કૃપા મકાન અને તેની આસપાસના આઠ જેટલા મકાનો ના વિસ્તારને જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતા અને આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો હતો
આ ઉપરાંત હર્ષદમીલની ચાલી પાસે મહાવીર નગર શેરી નંબર એક શ્રીગોળ મેડતવાડ બ્રાહ્મણ સમાજ ભવન ની પાસે જય શ્રી મોમાઈ કૃપા મકાન અને તેની આસપાસના કુલ આઠ જેટલા મકાનો ના વિસ્તારને ક્ધટેઇન્ટને ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં પણ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આગામી 20 થી વધુ દિવસ સુધી આ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ ના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે તેમજ આ વિસ્તારમાં રહેતા લોકો ને પણ કન્ટેનમેન્ટ ઝોન ની બહાર ન જવા પર આદેશ કરવામાં આવ્યો છે.
0 Comments
Post a Comment