ગાય આડી ઉતરતા રાજકોટ જતા યુવાનનું સારવાર દરમ્યાન મોત 
જામનગર મોર્નિંગ - જામનગર 
કાલાવડ તાલુકાના આણંદપર ગામ પાસે રાજકોટ જતા યુવાનને ગાય આડી ઉતરતા પડી જતા સારવારમાં ખસેડાતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા કાલાવડ ગ્રામ્ય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના આણંદપર ગામ પાસે હાઈવે રોડ પર નરેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ.46, રહે. ગામ શીશાંગ) નામનો યુવાન પોતાનું બાઈક લઈ રાજકોટ જતા હોય રસ્તામાં ગાય આડી ઉતરતા માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચતા તાકીદે સારવાર માટે 108 દ્વારા સારવાર માટે ખસેડતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા કાલાવડ ગ્રામ્ય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.