જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરના મહાવીરનગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ ગઈકાલના રોજ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સીટી એ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરના મહાવીરનગર પટેલનગર -3, શેરી નં-2 માં રહેતા અનિતાબેન ભાવેશભાઈ શિયાળ નામની યુવતીએ ગઈકાલના અગમ્ય કારણોસર પાંખમાં ઓઢણી વડે પોતાના હાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment