જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરના ઉનની કંદોરી સામે, ખુરેશી કબ્રસ્તાનના પાછળના ગેઈટ પાસે જાહેરમાં ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમતા આઠ શખ્સને રૂ. 10,790ની રોકડ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ શહેરના ઉનની કંદોરી સામે, ખુરેશી કબ્રસ્તાનના પાછળના ગેઈટ પાસે જાહેરમાં ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમતા ઈકબાલ જમાલભાઇ મલેક, (રહે. જી.જી.હોસ્પીટલ પાછળ, કબીરનગર મસ્જીદ પાસે, જામનગર) સુનીલ મનસુખલાલ પાલા, (રહે. ખંભાળીયા નાકા બહાર, નાગર પરા શેરી નં.૨, જામનગર), હુશેન કાસમભાઇ રીંગળીયા, (રહે. કીશાન ચોક, ઢોલીયા પીરની દરગાહ પાસે, જામનગર), ઈકબાલ હાસમ મતવા, (રહે. ખંભાળીયા નાકા પાસે, એસીબી ઓફીસ સામે, જામનગર), હિતેન્દ્રસિંહ નટુભા જાડેજા, (રહે. રાદલનગર, આશાપુરા પાનની બાજુમાં, જામનગર), રમેશભાઇ ઉર્ફે રમલો શાંતીલાલ સંકેસરીયા, (રહે. ધરાનગર પોલીસ હેર્ડ કર્વાટર પાછળ નવા આવાસ બ્લોકનં ૨ રૂમ નં ૭ જામનગર), હુશેન અલ્લારખા અલ્લુલા, (રહે. કા.ના.બહાર રગમતીસોસાયટી હુશેનીચોક જામનગર), બસીરભાઇ મુસાભાઇ ખફી, (રહે. ઉનની કંદોરી આગળ સુમરાચાલી જામનગર) નામના આઠ શખ્સને યોગરાજસિંહ રાણા અને મહાવીરસિંહ જાડેજાની ચોક્કસ બાતમીના આધારે ઝડપી લઈ રૂ. 10,790ની રોક્સ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી પીઆઈ ટી.એલ. વાઘેલા, પીઆઈ એમ.જે. જલુ, પીએસઆઈ એમ. વી. મોઢવાડીયા, પીએસઆઈ જે.આર. કરોતરા, પો.હે.કો. સંદીપભાઈ ચુડાસમા, નરેન્દ્રસિંહ ઝાલા, મુકેશસિંહ રાણા, રામદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, અલ્તાફભાઈ સફીયા, શિવભદ્રસિંહ જાડેજા, ફિરોજભાઈ ખફી, ગૌતમભાઈ મકવાણા, પ્રવીણભાઈ પરમાર, મહાવીરસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
0 Comments
Post a Comment