જામનગર મોર્નિંગ - ગાંધીનગર : પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અગત્યની કામગીરી કરતા Mphw અને Fhw ના ઉમેદવારોએ જામનગર, દેવભૂમિ દ્વારકા સહીત ગુજરાત ભરના તમામ જીલ્લાઓમાં જીલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદન પત્ર આપીને જણાવ્યું હતું કે, અમે છેલ્લા ચાર વર્ષથી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જીલ્લા હેઠળ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખૂબ જ અગત્યની ગણાતી મલ્ટી પર્પઝ વર્કર વર્ગ ૩ અને ફિમેલ હેલ્થ વર્કર વર્ગ ૩ ની સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છીએ આમ જોઈએ તો ભરતીનું આયોજન સરકારશ્રીના દસ વર્ષના ભરતી કૅલેન્ડર મુજબ વર્ષ ૨૦૧૩થી વર્ષે - બે વર્ષ થતું હતું પરંતુ છેલ્લે નવેમ્બર 2016 મા સીધી ભરતી આવ્યા બાદ કોઇ સીધી ભરતી આજ દિન સુધી કરવામાં આવી નથી જેથી અમારી વધતી જતી ઉંમર અને બેરોજગારી અમોને દિવસ-રાત સતાવે છે અમારા માંથી કેટલાક મિત્રોની ફોર્મ ભરવાની ઉંમર પણ વહી ગઈ છે જે અમારા માટે એક ખતરાની ઘંટી સમાન છે અમારા મા-બાપે કાળી મજૂરી કરીને અમોને ખૂબ મહેનતથી ભણાવ્યા છે એમનું પણ એક સપનું છે કે અમે મહેનત કરીને આરોગ્ય વિભાગમાં સરકારી નોકરી મેળવી ને અમારી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીએ અને પરિવાર સાથે જીવન નિભાવીએ પરંતુ અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે કેમકે mphw &fhw વર્ગ ૩ નું  મહેકમ પહેલાથી જ મંજૂર હોવા છતાં અને જગ્યાઓ ખાલી હોવા છતાં છેલ્લા ચાર વર્ષમાં સીધી ભરતી કરવામાં આવી નથી અમને વધુ જણાવતા દુઃખ થાય છે છેલ્લા સાત-આઠ વર્ષથી સરકાર શ્રી દ્વારા કોન્ટ્રાક્ટર બેઇઝ અને આઉટસોર્સિંગ ખાનગી એજન્સીઓ ના માધ્યમથી જુદી-જુદી જિલ્લા પંચાયત દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૧૧ માસના કરાર આધારિત mphw & FHW વર્ગ-૩ની ભરતી કરવામાં આવે છે જેમાં શોષણ અપૂરતો પગાર લાચારી અને આસમાનના સિવાય અમને બીજું કશું જ મળતું નથી જે ખરેખર અમારા જેવા બેરોજગાર અને સીધી ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને હળહળતો અન્યાય છે માટે આપ સાહેબને નમ્ર વિનંતી છે કે કોન્ટ્રાક્ટર બેજ અને આઉટસોર્સિંગ  ખાનગી એજન્સીના માધ્યમથી કરવામાં આવતી ભરતી અને આ સંપૂર્ણ સિસ્ટમ કાયમી ધોરણે નાબૂદ કરવામાં આવે અને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ હેઠળ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લઈને મેરીટના ધોરણે કાયમી સીધી ભરતી કરવામાં આવે તો અમે અમારી ફરજ ખૂબ જ ખંતથી અને નિષ્ઠાપૂર્વક નિભાવી શું અને અમને પણ સુખી અને આત્મનિર્ભર જીવન જીવવાનો અધિકાર મળશે તેવું જીલ્લા વિકાસ અધિકારીને Mphw અને Fhw ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થી ઉમેદવારોએ લેખિત આવેદન પત્ર આપીને જણાવ્યું હતું.