જામનગર મોર્નિંગ - ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ચાલુ વર્ષે મુશળધાર વરસાદ થતા જીલ્લાના અનેક પંથકોમાં ખેતીની જમીનમાં ધોવાણ થયા હતા. અને મગફળીના ઉભા પાકમાં પણ નુકશાન થયા છે નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદ વિરામબાદ ૧૫ દિવસ જેટલો સમય થયો હોવા છતાં પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે. જે અંગે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરાતા જીલ્લાના અલગ - અલગ વિસ્તારમાં લગભગ ૪ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં મગફળીના પાકમાં અતિભારે વરસાદના પગલે નુકશાન થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જીલ્લાના અનેક પંથકમાં મગફળીના પાકમાં ધોવાણ થતા નુકશાન થયું છે તો અમુક જગ્યાએ તળાવ અને ડેમ કાંઠે આવેલ ખેતીની જમીનોમાં ઉપરવાસમાં વધારે માત્રામાં પાણી ભરાતા ખેતરોમાં અંદર પાણીના રેશ ફૂટી જતા પાકમાં નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.