જામનગર મોર્નિંગ : ભાણવડની ફલકું નદીમાં સુખનાથ - દુધેશ્વર મંદિર નજીક ફલકું નદીના કાઠે પટમાં યુવાન કપડાં ધોવા જતા નદીના પાણીમાં ડૂબ્યો હતો. યુવક નદીના પાણીમાં ડૂબવાના બનાવની જાણ થતા પાલિકા તંત્ર અને સ્થાનિક તરવૈયા દ્વારા ડૂબેલા યુવકને બચાવવાં માટે રેસ્ક્યુ કામગીરી કરાઈ હતી. સ્થાનિક તરવૈયા દ્વારા દોઢ કલાકની જહેમત બાદ નદીમાં ડૂબેલા આરીફ અબ્દુલ શાહમમામંદ ઉ. વ. 19 નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના મૃતદેહને પી.એમ. અર્થે ભાણવડની સરકારી હોસ્પિટલે મોકલાયો હતો. ઘટનાને પગલે નદી કાઠે લોકોના ટોળાને ટોળા એકત્રિત થયાં હતાં.

ભાણવડની ફલકું નદીમાં અગાઉ અનેક લોકો અકસ્માતે તો કોઈ નહાવા પડતા નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામવાના બનાવ બન્યા હતાં હમણાં ત્રણ - ચાર વર્ષથી આવા અકસ્માત બનતા ના હતાં જે આજે ફરી આ બનાવ બનતા અગાઉના અકસ્માતો યાદ કરાવી ગયો અને આ અંગે પાલિકા દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તો આવા છાસવારે બનતા બનાવો અટકાવી શકાય.