જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તાર મા કોઈપણ પ્રકારની ડીગ્રી વિના ગેરકાયદે રીતે તબીબી પ્રેક્ટિસ કરી ગરીબ દર્દીઓ સાથે ચેડા કરી રહ્યો હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી શાખાની ટીમે દરોડો પાડી બોગસ તબીબને ઝડપી પાડયો છે, અને તેના દવાખાનામાંથી એલોપથીની દવા ને લગતી જરૂરી દવા ની સામગ્રી વગેરે કબજે કરી લીધી છે અને તેની સામે પંચકોશીબી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
મળતી વિગત મુજબ એક તરફ વહીવટી તંત્ર, આરોગ્ય અને પોલીસ તંત્ર કોરોનાના નાથવા સરકારના માર્ગદર્શન  મુજબ દિવસ રાત એક કરી રહ્યા છે. આવા સમયે જામનગર સહીત રાજ્યભરમાં અને જગ્યાએ બોગસ ડોકટરો જનઆરોગ્ય સાથે છડેચોક ચેડા કરી રહ્યા છે. આવો જ એક બોગસ તબીબ જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાંથી રંગે હાથ પકડાયો છે. એસઓજી શાખા એ તેને પકડી લઈ પંચકોશી બી ડીવીજન પોલીસના હવાલે કર્યો છે.
 જામનગર નજીકના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં એક બોગસ તબીબ જાહેર મા મેડીકલ પ્રેકટીશ કરી નાગરિકોના આરોગ્ય માટે ખાતરારૂપ બની રહ્યો હોવાની વિગતો સામે આવતા એસઓજી ની ટીમે દરેડ જીઆઈડીસી ફેસ થ્રી વિસ્તારમાં સેડ નંબર ૪૪૨૩ માં દિપાલી કલીનિક નામના દવાખાનામાં દરોડો પાડ્યો હતો જેમાં કોઈ પણ ડીગ્રી વગર પ્રેક્ટીસ કરતો ઘોડા ડોક્ટર પ્રદીપ ચાવડા દર્દીઓને ચકાશી દવા આપતો મળી આવ્યો હતો. પોલીસે ક્લીનિક પરથી એક સ્ટેથોસ્કોપ, એક બીપી માપવાનું મશીન, ચાર ગ્લુકોઝના બાટલા, ૧૮ નંગ પ્લાસ્ટિકની બાટલા ચડાવવાની નળીઓ, છ નંગ ઈન્જેકશન, જુદી જુદી કંપનીની એલોપથી દવાઓ કબજે કરવામાં આવી હતી. એસઓજીએ આ ઘોડા ડોક્ટરની સામે પંચકોશી બી ડીવીજન પોલીસ દફતરમાં ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
આ કાર્યવાહી પીઆઈ કે.એલ. ગાધે, પીએસઆઈ વી.કે. ગઢવી, એ.એસ.આઈ. મહેશભાઈ સવાણી, જ્ઞાનદેવસિંહ જાડેજા, હિતેશભાઈ ચાવડા, બિસરભાઈ મલેક, અનિરૂદ્ધસિંહ ઝાલા, હિતેષભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, અરજણભાઈ કોડિયાતર, રાયદેભાઈ ગાગીયા, દિનેશભાઈ સાગઠીયા, મયુદીનભાઈ સૈયદ, રમેશભાઈ ચાવડા, દોલતસિંહ જાડેજા, સોયબભાઈ મકવા, રવિભાઈ બુજડ, લાલુભા જાડેજા, સંજયભાઈ પરમાર, પ્રિયંકાબેન ગઢવી, સહદેવસિંહ ચૌહાણ અને દયારામભાઈ ત્રિવેદી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.