જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતો અને દારૂના ધંધા સાથે જોડાયેલો એક શખ્સ ગઈકાલે પોતાના બાઈક પર દારૂ સાથે નીકળતા એલસીબીની ટીમે પકડી પાડયો છે, અને સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં
સુપરત કર્યોછે.
મળતી વિગત મુજબ જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર છ સ્નેહધારા એપાર્ટમેન્ટમાં રહેતો જયદેવસિંહ ઉર્ફે જયલો હનુભા સોલંકી નામનો શખ્સ દારૂની હેરાફેરી કરી રહ્યો છે, અને પોતાના મોટરસાયકલ પર દારૂ નો જથ્થો લઈને પસાર થઇ રહ્યો છે.
જે ચોક્કસ બાતમીના આધારે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ગુરુદ્વારા ચોકડી પાસે વોચ ગોઠવી આરોપી જયદેવસિંહ ઉર્ફે જયલાને પકડી પાડયો છે. અને તેના કબજામાંથી ૨૨ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો અને બાઇક વગેરે કબજે કર્યા છે. જેને સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો છે.
પોલીસ પૂછપરછમાં ઉપરોક્ત દારૂનો જથ્થો જામનગરના રામેશ્વર નગર માટે ચોકમાં રહેતા રાજભા પરમારે સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.