જામનગર મોર્નિંગ - જામનગર 
કોઈ ખ્યાતનામ કલાકારે મનમાં ઉદભવેલા ચિત્રકલાના ભાવને ફૂરસદના સમયે કેન્વાસ ઉપર પીંછી વડે કંડાર્યા હોય, તેવા દ્રશ્યોથી અંકિત ઉપરોક્ત તસવીરો જામનગરની છે. 
આમપણ રણમલ તળાવની પાળ સદૈવ રળિયામણી હોય છે. તેમાંય ગુરુવારની સમીસાંજે ચોમેર ખીલેલી સંધ્યાએ તો કુદરતી રંગોની રંગોળી સર્જી દીધી. 
ગમે તેવો નાસ્તિક કે અ-રસિક વ્યક્તિ પણ આ દ્રશ્ય નિહાળનાર તો એકવાર ભાવવિભોર થઈ જાય... તેવા આહલાદક દ્શ્યોથી નગરનું નભ સવિશેષ જાજરમાન બની ગયું.
જામનગરના લાખોટા તળાવની પાળે ગઈકાલે સાંજે આ દ્રશ્ય સર્જાયું હતું. ઉપરાંત જામનગરના સાત રસ્તા માર્ગ પરથી પણ આથમતા સૂર્ય અને તેના પ્રતિબંબ નો અલભ્ય નજારો જોવા મળ્યો હતો. ઉપરોક્ત બંને તસવીરો તેની સાક્ષી પૂરે છે.