જામનગર મોર્નિંગ - ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં શ્રાવણ માસ દરમિયાન ખંભાળીયામાં ખામનાથ મહાદેવ , રામનાથ મહાદેવ અને શીળુતળાવ, ભાણવડના ઇન્દ્રેશ્વર મહાદેવ ત્રિવેણી સંગમ તટ, દ્વારકામાં ભડકેશ્વર મહાદેવ મંદિર પાસે વિગેરે જીલ્લામાં યોજાતા તમામ લોકો મેળાઓ ચાલુ વર્ષે ચાલતા કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને તકેદારીના પગલા સ્વરૂપે બંધ રહેશે.

દર વર્ષે શ્રાવણ માસમાં ધાર્મિક મેળા અને લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે જે ચાલુ વર્ષે કોરોનાની મહામારી ચાલતા લોકોના એકઠા થવાથી સંક્રમણ ફેલાવાની દહેશત રહેતી હોય જેથી જીલ્લામાં ભરાતા તમામ ધાર્મિક મેળાઓ અને લોક મેળાઓ તકેદારીના પગલા સ્વરૂપે હાલની સ્થિતિ પ્રમાણે બંધ રહેશે.