જામનગર મોર્નિંગ - ભાણવડ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન લોકો પ્રતિબંધિત તીનપતી જુગારની રમતો ના રમે તે માટે ભાણવડ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. એ દરમિયાન ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ભાણવડ શહેર,શિવા ,ગુંદા અને વેરાડ વિગેરે ગામોમાંથી સતત પેટ્રોલીંગ કરીને વીતેલા ત્રણ દિવસમાં ૬ જેટલી રેઇડ કરીને જુગાર રમતા ૨૯ જેટલા ઇસમોને રૂપિયા ૬૨૯૦૦/- ના મુદામાલ સાથે જુગારધારાની વિવિધ કલમો તળે અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.