જામનગર મોર્નિંગ - ખંભાળીયા : ખંભાળીયામાં કલેકટર ના જાહેરનામા નો ખુલ્લેઆમ ભંગ થતો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દ્વારકા જિલ્લાના તમામ ડેમ પર 23 ઓગષ્ટ સુધી અવર-જવર પર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાનો લોકો ભંગ કરી રહ્યા છે. જિલ્લામાં ચાલુ સપ્તાહ દરમિયાન કોરોનાએ માથું ઉચક્યું છે  પોઝીટીવ કેસમાં સતત વધારો થતો જાય છે અને કોરોના પોઝીટીવ નો આંક ૫૮ સુધી પહોંચી ચુક્યો છે. ત્યારે પણ લોકો સાવચેતી રાખવાના બદલે ખંભાળીયામાં આવેલ ઘી ડેમ પર લોકો ઉમટી રહ્યા છે. ઘી ડેમ પર લોકો સામાજિક અંતર રાખવાનું  ભૂલ્યા સાથે જ માસ્ક પહેર્યા વગર જ જોવા મળ્યા હતા. ડેમ પર લોકો ન્હાવાની મોજ માણવા જતાં કોરોના નું સંક્ર્મણ વધુ ફેલાઈ શકે છે ત્યારે કોરોના ના કહેર ની પરવાહ કર્યા વગર જ લોકો અને તંત્ર ની ભૂલ સામે આવી હોય એવું દેખાઈ આવે છે. ડેમો પર જવા અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું હોવા છતાં લોકો ડેમો પર કેમ જોવા મળી રહ્યા છે તે પણ અનેક સવાલો પેદા કરે છે.