જામનગર મોર્નિંગ - ખંભાળીયા : ખંભાળીયા નગરપાલિકા કચેરી દ્વારા નગરપાલિકા હદમાં સમાવેશ થતા તમામ વિસ્તારો સુધી ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવે છે. એ દરમિયાન નગરપાલિકાના વાહનો ઘણી વખત અમુક વિસ્તારોમાં કચરો એકત્રિત કરવા જતા નથી એવી લોકો દ્વારા અનેક વખત વાતો વહેતી થાય છે. તે સિવાય નગરપાલિકાના કચરો એકત્રિત કરતા વાહનો કચરો એકત્રિત કરવાના બદલે તે વાહનો લઈને અન્ય જગ્યાએ લટાર મારતા હોય છે. જે બાદ નગરપાલિકા દ્વારા કચરો એકત્રિત કરીને ડમ્પિંગ સાઈટ સુધી જતા તમામ ૧૮ વાહનોમાં જીપીઆરએસ સીસ્ટમ લગાવવામાં આવી છે આ જીપીઆરએસ સીસ્ટમથી દરેક વાહનનો લોકેશન સમય સાથે જાણી શકાય છે જેથી નગરપાલિકા કચેરી બેઠાજ કયું વાહન કઈ જગ્યા સુધી જાય છે તે જાણવું સહેલું રહેશે અને આ સીસ્ટમથી દરેક વિસ્તાર અને નિયત રૂટ પર વાહનો જાશે તે અંગેની જાણકારી નગરપાલિકા કચેરીએ બેઠા - બેઠા જ જોઈ શકાશે.