જામનગર મોર્નિંગ - ભાણવડ તાલુકા સેવા સદનમાં કાર્યરત મામલતદાર કચેરીમાં ઘણા દિવસોથી પીવાના પાણી ખૂટ્યા છે. મામલતદાર કચેરીમાં આવતા અરજદારોને પીવા માટે આર. ઓ. ફિલ્ટર પ્લાન્ટ અને ઠંડા પાણી માટે ફ્રિજ આવેલું છે જેમાંથી કચેરીમાં આવતા લોકો પાણી પિતા હોય છે. ગત અઠવાડિયાથી અહીં કચેરીમાં પીવાનું પાણી આવતું નથી મુશળધાર વરસાદ પડ્યો છતાંય અહીં અરજદારોને અને કચેરીના સ્ટાફને પીવા માટેના સાર્વજનિક પાણીના સ્ટેન્ડ પર નળમાં પાણી આવતા નથી લોકો પાણી પીવા આવે ત્યારે નળ ચાલુ કરીને પાણી ના આવતા ટળવળીને જતા રહે છે. આ અંગે કચેરીના અધિકારીને પૂછતાં જાણવા મળ્યું હતું કે ઉપર પાણીનો ટેન્ક ખાલી થઇ ગયો છે. માણસ આવીને મોટર ચાલુ કરશે એટલે પાણી ભરાઈ જશે ટેન્કમાં. આવડી નાનકડી વાતમાં અઠવાડિયું જતું રહ્યું પણ પીવાનું પાણી કચેરીમાં આવ્યું નહી.