જામનગર મોર્નિંગ - જામનગર 
કડીયાવાડ વિસ્તારમાંથી સ્ટ્રીટ લાઈટના અંજવાળે બેસી જુગાર રમતી 5 મહિલા સહિત છ શખ્સને રૂ. 20 હજારની રકમ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ જામનગર શહેરના કડીયાવાડ, ખાદી ભંડાર, ભનાભાઈ લચ્છીવાળાની ગલીમાં સોમવારે સાંજે ગંજીપતાના પાના વડે જુગાર રમતા ભરતભાઈ બચુભાઈ વસાણી, દક્ષાબેન ભરતભાઈ વસાણી, સીમાબેન ચેતનભાઈ ઝાલા, જ્યોતીબેન બિપીનભાઈ મકવાણા, રૂપલબેન ઉર્ફે રીટાબેન વિરલભાઈ શુક્લા અને દિવ્યાબેન કિશોરભાઈ પંડયા નામની 5 મહિલા સહિત છ શખ્સને ઝડપી લઈ રોકડ રૂ. 20,200 સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.