તસ્વીર - ભૂપતભા માણેક, મીઠાપુર
જામનગર મોર્નિંગ - મીઠાપુર : ઓખા દ્વારકા સ્ટેટ હાઈવે પર ભીમરાણા પાસે હજુ થોડા વર્ષો પહેલા જ નિર્માણ પામેલા ઓવરબ્રિજ રોડ અને ટાટા કંપની લી. ના મેન ગેઈટ તરફ આવતા રોડ પર મસમોટા ખાડાઓનુ સામ્રાજ્ય ખડકાયુ છે! ટાટા કંપનીના દરરોજના અસંખ્ય વાહનો તે સિવાય બેટ તરફ જતા વાહનોની હારમાળા આ રોડ પરથી પસાર થતી જોય છે. ઠેર - ઠેર થયેલા ખાડાઓથી વાહન ચાલકઓને દૈનિક હાડમારી વેઠવી પડી રહી છે. અકસ્માતનો ભય અને વાહનોમાં બિનજરૂરી ખર્ચ થયા કરે છે ત્યારે આ રસ્તામાં પેચવર્ક કરવામાં આવે તો આ હાડમારીથી બચી શકાય તેમ છે.