જામનગર મોર્નિંગ - આર.એસ.એસ. અને હિંદુ આધ્યાત્મિક એવં સેવા ફાઉન્ડેશન તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ  દ્વારા આજરોજ,પર્યાવરણ-વન એવં જીવ સૃષ્ટી સંરક્ષણ માટે યોજાયેલા "પ્રકૃતિ વંદના" અંતર્ગત,  સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ વૃક્ષ પુજન-આરતી-પરિક્રમા,મંત્રોચ્ચાર સાથે કરી હતી તેમજ પર્યાવરણ સુરક્ષાના સંકલ્પ સાથે સૌ ને પ્રકૃતની સુરક્ષા માટે આહવાન કરી,આપણી ભવ્ય પરંપરા સમાન સંસ્કૃતિ જતનની પરંપરા જાળવવા નમ્ર અનુરોધ કર્યો હતો