• મંદિરમાં લૂંટ અને હત્યાના બનાવ બાદ દર્શનાર્થીઓનો પ્રવાહ આવતો સતત ઓછો પડી રહ્યો છે.


તીરછી નજર(કોલમ) - ભરત હુણ

ભાણવડના ઘુમલી ગામે બરડા ડુંગરની ટેકરી પર આવેલ આશાપુરા માતાજીના મંદિરના પુજારીની હત્યાં દોઢેક વર્ષ પૂર્વે તા.17-01-2019 ના રોજ થઇ હતી. આશાપુરા મંદિરના પૂજારી જયારે સાંજના સમયે આરતી કરી રહ્યા હતા ત્યારે લૂંટારુઓ કે હત્યારાઓ પુજારીની હત્યાં મંદિરમાં આવેલ લોખંડની પટ્ટીના ઘા મારીને કરી નાખી હતી. હત્યાં કર્યા બાદ મંદિરમાં આવેલ કિંમતી સરસામાન તેમજ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ સંગ્રહ કરતા રીસીવરને પણ સાથે ઉઠાવીને હત્યારાઓ રફુચક્કર થઇ ગયા હતા. 

આશાપુરા મંદિર ઘુમલી ગામે બરડા ડુંગરની ટેકરી પર આવેલ છે જમીન સમતળ લેવલથી લગભગ એક હજાર જેટલાં પગથિયાં ચડ્યા બાદ ટેકરી પર મંદિર આવે છે. મંદિરએ આખો દિવસ માણસોની અવર -જવર ચાલુ જ હોય છે સવારની આરતીમાં લોકો નહી પહોંચી શકતા હોય પણ સાંજની આરતી પુજારીએ એકલા કરવી પડે એવુ કયારેક સંજોગોવશાત જ બનવા પામે બાકી દર્શનાર્થીઓની મોટી ભીડ હોય સાંજની આરતી અને ત્યારબાદ પણ રાત્રે છેક આઠ - નવ વાગ્યાં સુધી.

જે દિવસે મંદિરમાં લૂંટ અને પુજારીની હત્યા થઇ તે દિવસે મંદિરમાં પૂજારી સિવાય કોઈ ના હતું એકલા હાથે જ પૂજારી આરતી કરતા હતા અને આજ દિવસે આરોપીઓએ મંદિરમાં લૂંટ અને પુજારીની હત્યાં કરી હવે સવાલ એ છે જયારે હત્યારાઓ આવ્યા ત્યારે જ પૂજારી સિવાય કોઈ હતું નહી મંદિરએ આ સંજોગ હતો કે પછી હત્યારાઓ સતત વોચમાં હતા કે કયારે મંદિર દર્શનાર્થીઓ વિના સૂનું હોય અને મોકો મળે એ માટે સતત રેકી કરતા હોય એવુ પણ બની શકે. 

મંદિરમાં લૂંટ અને પુજારીની હત્યા થયા અંગેની જાણ જયારે પોલીસને થઇ ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લા ભરની પોલીસ મંદિરએ રાત્રે જ દોડી આવી મંદિર અને આજુબાજુનો ડુંગરાળ ભાગ વન વિભાગ સાથે મળીને ખૂંદી વળ્યાં તે સિવાય અઠવાડિયા સુધી સતત આજુબાજુના તમામ રોડ પરની હોટેલ અને પેટ્રોલ પંપ પરના સીસીટીવી ફૂટેજ તપાસી જોયા પણ હત્યારાઓના કોઈ સગળ પોલીસને મળ્યા નહી. 

આ બનાવને આજે અઢાર મહિના જેટલો સમય થયો કદાચ પોલીસએ હવે આ ફાઈલને પણ બંધ કરી દીધી હશે પણ આ બનાવ બાદ આશાપુરા મંદિર આવતા લોકોનો પ્રવાહ સતત ઘટી રહ્યો છે. લોકો મંદિરે આવતા ડરે છે તંત્ર દ્વારા હોમગાર્ડ મંદિરે રાખવામા આવ્યા છે છતાં પણ લોકો માં એક અજાણ્યો ડર બેસી ગયો છે એ ડર જયારે આ કેશના મૂળ સુધી પહોંચીને ગુન્હાનું ચિત્ર સપષ્ટ થશે, આરોપીઓ પકડાશે ત્યારે જ દૂર થાય તેમ છે. અહીંના ઘણા લોકોનું એવુ પણ માનવું છે કે આશાપુરા મંદિરએ લૂંટ માટે પુજારીની હત્યાં કરાઈ હોય એવુ બને નહી પણ અન્ય કોઈ કારણે પુજારીની હત્યાં કરાઈ છે અને લૂંટનું નાટક ઉભું કરાયું છે. પુજારીની હત્યા કરાઈ એના થોડા દિવસ બાદ જ પૂજારી વિદેશ જઈ રહ્યા હતા એવી પણ માહિતી મળી હતી.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે આ ધાર્મિક સ્થાનોમાં ગુજરાત સહીત દેશ - વિદેશમાંથી લોકો આવે છે તાજેતરના 10-20 વર્ષમાં આ વિસ્તારમાં ધાર્મિક જગ્યા પર આવી કોઈ લૂંટ કે પુજારીની હત્યાના બનાવ બન્યા નથી ત્યારે આ બનાવ વધુ ડરામણો લોકોને લાગવા માંડ્યો છે. પોલીસ તંત્ર પોતાની વધારે તાકાત અને ઇન્ફર્મેશન મેળવીને આ ધાર્મિક જગ્યાની લૂંટ અને હત્યાનો ગુનો ઉકેલી બતાવે તે જરૂરી છે. લોકોની શ્રદ્ધા અને પોલીસની શક્તિ બને સામે આ બનાવે સવાલ ઉપસ્થિત કર્યા છે.