જામનગર મોર્નિંગ - ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કુદરતી આફત સમાન અનરાધાર વરસાદમાં અનેક નુકશાન માનવ જાનહાનિ થઇ છે. જેમાં ખંભાળીયાના લાલપરડા ગામે નદીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. ખંભાળીયાના કોઠા વિસોત્રી ગામે બાળકી નદીના પાણીના પ્રવાહમાં તણાતા નગરપાલિકા ફાયરટિમ દ્વારા તેની શોધખોળ કરાઈ છે. ભાણવડના કલ્યાણપુર ગામે નદીના પ્રવાહમાં મોટરસાયકલ ચાલક તણાતા ગામલોકોના ધ્યાન પર આવતા દોરડા વડે ખેંચીને ધસમસતા પાણીના પ્રવાહ માંથી બહાર કઢાયો હતો. આમ ચાલુ વર્ષે અતિભારે વરસાદના કારણે જીલ્લામાં અનેક લોકો ડૂબી જવાથી તણાઈ જવાથી મૃત્યુ પામ્યા છે. જેમાંના ઘણા ખરા આકડા કે વિગત આપણા સુધી કે તંત્ર સુધી પણ નહી પહોંચી હોય.