જામનગર મોર્નિંગ - પોરબંદર : બરડા વન્ય પ્રાણી અભ્યારણમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ જેમાં બે કાયમી કર્મચારી અને એક રોજમદાર કર્મચારી શનિવારથી લાપતા થયાં છે લાપતા થયેલા કર્મચારીના વાહન પોરબંદરના ગોઢાણા ગામ પાસેથી બરડા ડુંગરમાં પ્રવેશવાના કંડ નાકા પાસેથી મળ્યા છે. પરંતુ લાપતા થયેલા ત્રણેય કર્મચારીઓના કોઈ સગળ મળી આવ્યા નથી. બરડા અભ્યારણ પોરબંદર વન વિભાગ ટીમ અને પોલીસ સાથે મળીને બે દિવસથી બરડાની એ બાજુની મોટા ભાગની ટેકરીઓ અને વિસ્તાર ખૂંદી વળ્યાં પણ કોઈ ભાળ હજી સુધી મળી નથી. 

બરડા પંથકમાં અતિભારે વરસાદના કારણે મોટા ભાગના તળાવો ઓવરફ્લો થયા છે ઝરણાઓ બે કાંઠે સમાંતર વહી રહ્યા છે ડુંગરાળ માટી ચીકણી અને લપસયાણં થઇ ગઈ છે ત્યારે વન વિભાગના સાથી કર્મીઓ અને લાપતા થયેલા વ્યક્તિના પરિવાર જનોને પણ ફાળ પડી રહી છે કે શું થયું હશે? મળતી માહિતી મુજબ લાપતા થયેલા વન કર્મીઓ પોતાની ફરજના ભાગ રૂપે બરડા ડુંગરમાં હતા ત્યારે આ બનાવ બન્યો છે.