તસ્વીર - ભૂપતભા માણેક, મીઠાપુર

જામનગર મોર્નિંગ - મીઠાપુર : દેવભૂમિ દ્વારકાના મીઠાપુર નજીકના સુરજકરાડી ગામે વાલ્મિકીવાસમાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં છે. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર મીઠાપુરની તાતા હોસ્પિટલમાં અપાયા બાદ વધુ સારવાર માટે જામનગર ખસેડાયા છે.