જામનગર મોર્નિંગ - રાવલ : દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં ચાલુ વર્ષે વરસાદી તારાજી સર્જાઈ હતી ભાણવડ, બરડા પંથકના પાણીનો પ્રવાહ વર્તુ - 2 ડેમ મારફત થઈને રાવલ આવતો હોય, સાની ડેમની પ્રવાહ તે સિવાય આજુબાજુ ના ઉપરવાસના ગામોમાં મુશળધાર વરસાદથી રાવલ ગામ ચાલુ વર્ષે ચોથી વખત પાણીમાં ગરકાવ થયું છે ગામમાં અવર - જ્વર માટે હોડીઓ ચલાવાઈ રહી છે. આ કુદરતી પ્રકોપથી રાહત આપવા માટે આખરે તંત્ર બચાવ કામગીરી માં આવ્યું છે. વરસાદી પાણી ભરાતા રાવલમાં સર્વત્ર પાણી - પાણી થઇ ગયા બાદ પણ તંત્ર મદદે ના આવતા હોવાનો હોબાળો મચ્યા બાદ તંત્રએ તાકીદે NDRF ની એક ટિમ રાવલ ગામમાં મોકલી છે. જે ટિમ હાલ બચાવ કામગીરીમાં જોડાઈ છે.