તસ્વીર - ભાવિન ગઢવી, બેહ 

જામનગર મોર્નિંગ - ખંભાળીયા : ખંભાળીયાના બેહ ગામમાં દીપડો ઘુસ્યો હોવાની વાતને લઈને ગામમાં ભયનો માહોલ સર્જાયો. બેહ ગામમાં આજે બપોર આસપાસ ગામમાં હિંસક દીપડો દેખાયો હોવાની વાતને લઈને ગામમાં થોડીવાર માટે અફડા તફડી મછી જવા પામી હતી. દીપડો પકડવા માટેનું પાંજરૂ લઈને વનવિભાગની ટીમ પણ બેહ ગામમાં આવી પહોંચી છે. ગામ અને સીમમાં દીપડો હોવાનો સંભવિત વિસ્તારમાં વન વિભાગ દ્વારા ચક્કરો લગાવવા છતાંયે દીપડો પકડવામાં કે શોધવામાં આ લખાઈ રહ્યું છે રાત્રીના 9: 30 વાગ્યાં ત્યાં સુધીમાં સફળતા મળી નથી જેથી બેહ તેમજ આજુબાજુના ગામોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો સાથેની વાતચીતમાં તેઓ જણાવ્યું કે બેહ ગામ નજીક જંગલ વિસ્તાર છે અહીં નીલ ગાય, જંગલી ભૂંડ જેવા સામાન્ય વન્ય પ્રાણીઓ જોવા મળે પણ આ હિંસક માનવ ભક્ષી પ્રકારના દીપડા જેવા પ્રાણીથી ગામ લોકો ડરી રહ્યા છે અને આજુબાજુના વિસ્તારમાં ભય ફેલાયેલો છે. જો વન વિભાગની ટીમ આ દીપડાને વહેલી તકે રેસ્ક્યુ કરી અને ગામમાથી લઇ જશે તો આ ડર સમાપ્ત થશે નહિતર ખાસ કરીને રાત્રીના સમય ગાળામાં લોકો ગામ કે ઘરની બહાર નીકળતા પણ ડરશે તે હકીકત છે.