જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેરમાં ઘાંચીવાડ વિસ્તારમાં ચાર શખ્સને ઘોડીપાસા વડે જાહેરમાં જુગાર રમતા સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ઘાંચીવાડ જાંબુડી મસ્જિદ પાસે જાહેરમાં ઘોડીપાસા વડે જાહેરમાં જુગાર રમતા સમીર શકીલ ચૌહાણ, અફઝલ હુશેન કુરેશી, અશરફ મામન ખફી, હસન યુનુસ નામના ચાર શખ્સને રૂ. 5220 ની રોકડ સાથે ઝડપી લઈ સીટી એ ડીવીઝન પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.