જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના તથા મોરબી જિલ્લાના અલગ-અલગ ગુન્હામાં નાસતો ફરતો કુખ્યાત આરોપીને જોડીયા પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગ જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન તેમજ મોરબી પોલીસે સ્ટેશનના લૂંટ, ચોરી, મારામારી, પ્રોહીબીશન તેમજ છેલ્લા ત્રણ વર્ષથી હત્યાની કોશીશના ગુનામાં નાસતો ફરતો કુખ્યાત આરોપી અયુબ જુસબ જશરાયા નામનો શખ્સ જોડીયા પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ ધોરણેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીએસઆઈ એમ.આર.વાળા, એ.એસ.આઈ. રવિરાજસિંહ જાડેજા, પો.હે.કો. ગિરિરાજસિંહ જાડેજા, કલ્પેશભાઈ દલસાણીયા, વિપુલભાઈ ગોધાણી, નિલેશભાઈ અઘેરા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.