જામનગર મોર્નિંગ - ભાણવડ - ખંભાળિયા રોડ પર ગુંદા ગામથી ગુંદલા ગામ વચ્ચે રોડ કાંઠે બન્ને સાઈડમાં સામાજિક વનીકરણ વનવિભાગ દ્વારા ઘણા વર્ષોથી આ રોડ કાંઠે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. ઉગાવેલ વૃક્ષોને પાણી માટે ટેન્કર, વૃક્ષોને પશુઓથી બચાવવાં માટે કાંટાળી તારની બાઉન્ડરી બંધ વાળ કરવામાં આવે છે અનેક મજૂરોને કામે લગાડવવામાં આવે છે. આમ છતાં આ રોડ કાંઠે હાલની સ્થિતિએ એ વૃક્ષોનો ઉછેર થયો નથી એનું કારણ શું હોય શકે? 

રોડ પર પ્રદુષણનું પ્રમાણ ઘટાડી શકાય,  હરિયાળી લાવી શકાય,  આવા શુભ હેતુથી સરકારશ્રીની યોજનાઓ તળે આવા વૃક્ષોના વાવેતર, ઉછેર અને નિભાવ માટે તગડા ખર્ચ કરવામાં આવે છે. પણ અધિકારી - કર્મચારીઓની નિરસરતા, બેદરકારી કે ભ્રષ્ટાચારના કારણે યોજના ઓની અમલવારી થતી નથી જે દુઃખદ બાબત ગણી શકાય. ત્યારે દર વર્ષની આ રોડ પર મજૂરો, વૃક્ષો અને અધિકારી - કર્મચારીઓની રઝળપાટ છતાં વૃક્ષોનો ઉછેર થયો નથી તે નરી વાસ્તવિકતા છે જે સ્વીકારવી રહી.