• ફોરેસ્ટ વિભાગની જમીન નજીક કોમર્સીયલ બાંધકામથી તરેહ - તરેહની ચર્ચાઓ
  • દરિયાઈ રેતીના બાચકા દરિયા કાંઠે ભરાયેલા જોવા મળ્યા.

જામનગર મોર્નિંગ - દ્વારકા : બેટ દ્વારકાના હનુમાન દાંડી વિસ્તાર અનામત ફોરેસ્ટ વિભાગ હસ્તકનો વિસ્તાર છે. અહીંના ફોરેસ્ટ ખાતાની જગ્યાથી 100 મીટર નજીકની જગ્યામાં કોમર્શિયલ દુકાનનું બાંધકામ થયેલ હોવાનું પ્રાથમિક દર્ષ્ટિએ દેખાઈ છે. તે સિવાય અહીં દરિયાઈ રેતીનો પણ જથ્થો પડ્યો છે જેથી નવું બાંધકામ હજુ વધારે થવાનું હોય તેવું માની શકાય આ સિવાય નજીકમાં દરિયા કાંઠે દરિયાઈ રેતીના બાચકા ભરેલા પડેલા છે જેથી અહીંના હનુમાન દાંડી નજીકનાં દરિયાઈ વિસ્તારમાંથી દરિયાઈ રેતીની પણ ચોરી થતી હોવાનું માની શકાય છે. દરિયાઈ રેતીની ચોરીથી દરિયાઈ જીવ સૃષ્ટિ પર અનેક વિપરીત અસર પડી શકે તેની તકેદારી માટે ફોરેસ્ટ વિભાગ કાર્યરત હોવા છતાં થતી દરિયાઈ રેતીની ચોરી અને અનધિકૃત રીતે થતા બાંધકામ અંગેની તપાસ થવી જોઈએ.

ફોરેસ્ટ વિભાગના જીલ્લા કક્ષાના અધિકારીઓએ પણ આવી સવેંદશીલ જગ્યાઓની સમયાંતરે મુલાકાત લેવી જોઈએ. જેથી કરીને સ્થાનિક કર્મીઓની બેદરકારી કે નિરસરતા હોય તો તે નિવારી શકાય અને ઉપલા અધિકારીઓની સમયાંતરે વિઝીટથી તંત્ર સફાળું જાગતું રહે. 


તસ્વીર અને વિગત : ભૂપતભા માણેક, મીઠાપુર