ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કિરીટસિંહ રાણાને પ્રચંડ જનમત મળે તે માટે જુદા જુદા ગૃપ સાથે  બેઠકો-કાર્યાલયમા મીટીંગ-ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ-પત્રિકા વિતરણ- મતદાર સંપર્ક અભિયાન સહિતનો પ્રચાર  યોજતા સાંસદ શ્રી પૂનમબેન માડમ


જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ દ્વારા ૬૧-લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચુંટણી માટે સઘન પ્રચાર પ્રસાર અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ .


તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કિરીટસિંહ રાણાને પ્રચંડ જનમત મળે તે માટે જુદા જુદા વિસ્તારોમાં વિવિધ ગૃપ સાથે બેઠકો- ભાજપ કાર્યાલય પર હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે મીટીંગ -ડોર ટુ ડોર સંપર્ક અભિયાન- પ્રચાર માટેની પત્રિકાઓના વિતરણ- બહેનો ના ગૃપ સાથે ખાસ બેઠકો-પ્રચાર અભિયાન ની સમીક્ષા તેમજ જુદા જુદા વિસ્તારોના આગેવાનો ના નિવાસસ્થાને મુલાકાત લઇ ભાજપ તરફી  વાતાવરણ બનાવવા વિશેષ જહેમત ઉઠાવી હતી.

આ વિવિધ પ્રકારના ચુંટણી પ્રચાર ના આયોજન સાથે વડીલો-ભાઇઓ-બહેનો સૌ ને નમ્ર અપીલ કરી  ભાજપના ઉમેદવાર શ્રી કિરીટસિંહ રાણાને જંગી બહુમતી સાથે  ઝળહળતો વિજય મળે તે માટે  ૧૨-જામનગર લોકસભાના સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારા લીંબડી વિધાનસભા ક્ષેત્રમા જુદા જુદા વિસ્તારના પ્રવાસ કરવામા આવ્યા હતા જેમાં સૌ નો ઉમળકાભેર પ્રતિસાદ સાંપડ્યો હતો.


૬૧-લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચુંટણીમાં સઘન પ્રચાર પ્રસારના ભાગરૂપે લીંબડી શહેરમાં ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન શ્રી મુળુભાઇ બેરા અને ઉમેદવાર શ્રી કિરીટસિંહ રાણા સાથે સંગઠનના હોદેદારો અને કાર્યકર્તાઓ સાથેની ખાસ બેઠકમાં સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ ભારતીય જનતા પાર્ટીને ને જ્વલંત વિજય મળે તે માટેની માર્ગદર્શક રૂપરેખાઓ સાથે મહત્વના સુચનો કર્યા હતા તેમજ પ્રચાર કામગીરીની સમીક્ષા પણ કરી હતી.

તેવીજ રીતે સાયલામાં ભાજપ કાર્યાલયની મુલાકાત લઇ સાંસદ શ્રી  પૂનમબેન માડમ એ આગેવાનો-કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને  રાજ્યની વિકાસ યાત્રામાં ઉમળકાભેર સહભાગી બનવા અને પ્રચાર-પ્રસાર વેગવંતો કરવા સૌને પ્રોત્સાહીત કર્યા હતા.


ઉપરાંત ૬૧-લીંબડી વિધાનસભાની પેટા ચુંટણી માટે ના આ પ્રચાર અભિયાન દરમ્યાન,આગેવાન શ્રી રાજુભાઇ ડોડીયાના નિવાસસ્થાને જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમએ  મહિલાઓ સાથે ખાસ બેઠક યોજી, ભાજપના ઉમેદવાર શ્રી કિરીટસિંહ રાણા જંગી બહુમતીથી વિજયી થાય તે માટે, બહેનો-માતાઓ સૌ ને ઉમળકાભેર મતદાન કરવા નમ્ર અનુરોધ કર્યો હતો.

આ પ્રચાર ઝુંબેશ દરમ્યાન ૬૧-લીંબડી વિધાનસભા વિસ્તારના સાયલામાં, ડોર ટુ ડોર પ્રચાર અભિયાન દરમ્યાન, મતદારોનો સંપર્ક કરી,પત્રિકાઓ વિતરણ કરી, ભાજપના ઉમેદવાર શ્રી કિરીટસિંહ રાણાને જંગી બહુમતીથી વિજયી બનાવવા નમ્ર અપીલ કરી હતી.