જામનગર મોર્નિંગ - દિલ્હી તા.25 : દેશમાં દિવસે ને દિવસે વધતા જતા ખાનગી અને ટ્રાન્સપોર્ટ વાહનોને લીધે વાયુ પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ભારત સરકારના રોડ અને વાહન વ્યવહાર મંત્રાલયએ ગ્રીન ટેક્સનો પ્રસ્તાવ મહિનો દિવસ જેટલાં સમય પહેલા મુક્યો હતો બાદમાં પ્રસ્તાવને પ્રધાન મંત્રી કાર્યાલયમાં મોકલવામાં આવ્યો હતો જેમાં પ્રધાનમંત્રી ઓફિસની સૂચના મુજબ પ્રસ્તાવને સદનમાં ચર્ચા માટે મુકવામાં આવ્યો હતો જેમાં થયેલ આખરી ચર્ચા મુજબ 2022ની પહેલી એપ્રિલથી ફિટનેસ રિન્યુઅલ સમયે આઠ વર્ષથી જૂના ટ્રાન્સપોર્ટના વાહનો અને 15 વર્ષથી જૂના અંગત વાહનો પર 10-25% રોડ ટેક્સ લાગશે. સરકારી વાહનોમાં  15 વર્ષથી જૂના વાહનો દૂર કરવા માટે "સ્ક્રેપિંગ પોલિસી" નો પણ થશે અમલ.
નીતિન ગડકરીએ પ્રસ્તાવને મંજૂરી આપી અને આ પ્રસ્તાવ પ્રદુષણમાં અટકાવવા માટે લેવાયો હોવાનું મંત્રાલાય જણાવી રહ્યું છે.