આદર્શ સ્મશાનના માનદ મંત્રી દર્શન ઠક્કરનુ વિશેષ સન્માન કર્યું હતું

જામનગર મોર્નિંગ - જામનગર 


આજે 72 મો ગણતંત્ર દિવસ છે, ત્યારે ગતવર્ષ 2020માં લોકોએ વૈશ્વિક મહામારી કોરોનાનો સામનો કર્યો, આવા સમયે કેટલાય પરિવારોએ કોરોનામાં પોતાના સ્વજનોને ગુમાવ્યા ત્યારે જામનગરના સમાજ સેવક મહાવીર દળ સંચાલિત આદર્શ સ્મશાન દ્વારા કોવીડ ગાઈડલાઈન્સને અનુસરીને કોરોનાગ્ર્સ્ત 1000 થી વધુ મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા.


જે બદલ આજે જામનગર જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા જીલ્લાકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા કલેકટર રવિશંકરના હસ્તે કોરોના સમય દરમ્યાન મૃતદેહના અંતિમ સંસ્કારની સેવા આપવા બદલ આદર્શ સ્મશાનના માનદ મંત્રી દર્શન ઠક્કરનુ વિશેષ સન્માન કર્યું હતું.આ તકે સંસ્થાના પ્રમુખ દીપક ઠક્કર પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા.