ત્રણ શખ્સ ફરાર: લાખ રૂપિયા ઉપરાંતનો મુદામાલ કબ્જે  

જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેર-જિલ્લામાંથી છ શખ્સને 17 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપી લઈ ત્રણ શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ શહેરના નવાગામ ઘેડ, મધુરમ સોસાયટી, ગાયત્રી મિલ પાસેથી કિશન રમેશ પાનસુરીયા અને ભરત ઉર્ફે ઓધળો રાવજી પરમાર નામના બંને શખ્સને જીજે 10 સીક્યુ 1859 નંબરની એક્ટીવા રોકી તલાસી લેતા 9 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ. 4500 તેમજ એક્ટીવા કિંમત રૂ. 30,000 કુલ મળી 34,500ના મુદામાલ સાથે ઝડપી લઈ તેની પુછપરછ હાથ ધરતા મયુરસિંહ ઉર્ફે બાવલો નામના શખ્સને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી ઝડપાયેલા શખ્સ વિરુધ્ધ સીટી બી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે શહેરના રણજીતરોડ સ્વામીનારાયણ મંદિર પાસે ઓઝા ક્લાસીસ પાસે વાણંદ શેરીમાં રહેતો હિતેષભાઈ ડોલરભાઈ મારૂ નામના શખ્સના રહેણાંક મકાનેથી ઈંગ્લીશ દારૂની એક નંગ બોટલ કિંમત રૂ. 500ના મુદામાલ કબ્જે કરી આરોપી હાજર ના મળી આવતા તેને ફરાર જાહેર કરી પ્રોહી એક્ટ કલમ 65-(એ), 116(બી) મુજબ સીટી એ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ જામનગરના સિક્કામાં પંચવટી સોસાયટી, પ્રણવરાજ સ્કૂલ પાસેથી જીજે 10  સીએમ 4973 નંબરની એક્સેસ ગાડી રોકી તલાસી લેતા તેના કબ્જામાંથી ઈંગ્લીશ દારૂની 1 નંગ બોટલ કિંમત રૂ. 500 તેમજ ગાડી કિંમત રૂ. 40,000 કુલ મળી રૂ. 40,500નો મુદામાલ કબ્જે કરી લક્ષ્મણ ઉર્ફે લખો નારણભાઈ સીંધવ નામના શખ્સને ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા બોટલ ખીમસૂર નાગસૂર ચારણ નામ શખ્સ પાસેથી મેળવી હોવાનું કબુલતા તેને ફરાર જાહેર કરી સિક્કા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અને જામનગરના સિક્કા પંચવટી સોસાયટી, જલારામ મંદિર વાળા રોડ પરથી રાજેન્દ્રસિંહ કલુભા વાળા નામના શખ્સને ઈંગ્લીશ દારૂની બે નંગ બોટલ કિંમત રૂ. 1000 મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરતા લક્ષમણ ઉર્ફે લખો નારણભાઇ સિંધવ નામના શખ્સને ફરાર જાહેર કરતા તેની શોધખોળ હાથ ધરી છે.
તેમજ તે જ એરિયામાંથી દિનેશસિંહ જાલમસિંહ કેર નામના શખ્સને ઈંગ્લીશ દારૂની એક નંગ બોટલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે મનોજ રણછોડભાઈ અલગોતર નામના શખ્સને ઈંગ્લીશ દારૂની 4 નંગ બોટલ કિંમત રૂ. 2000ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.